મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શું તમે પોતાને ભગવાન છો: મુંબઈ હાઈકોર્ટે તુકારામ મુંધેના નેતૃત્વવાળા મહારાષ્ટ્ર એફડીએને લગાવી ફિટકાર

મુંબઈ હાઈકોર્ટે પ્રખ્યાત આઈએએસ અધિકારી તુકારામ મુંધેના વડપણ હેઠળના મહારાષ્ટ

તસવીર: gstv

મુંબઈ હાઈકોર્ટે પ્રખ્યાત આઈએએસ અધિકારી તુકારામ મુંધેના વડપણ હેઠળના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDAની કામગીરી સામે લાલઘૂમ થઈ કડક ઝાટકણી કાઢી છે. કોર્ટે બે અલગ-અલગ કેસોમાં એજન્સીના પગલાંને મનસ્વી ગણાવતા ટકોર કરી હતી કે શું તમે તમારી જાતને ભગવાન માનો છો…અગાઉ FDA એ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એમસીએ સંકુલની પાંચ રેસ્ટોરન્ટ્સ અને સિપ્લા ફાર્માના પુણે યુનિટના લાઈસન્સ રદ કે સસ્પેન્ડ કર્યા હતા. જોકે, પુનઃતપાસમાં રેસ્ટોરન્ટ્સ ૮૮ ટકા ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરતી હોવાનું જણાતાં એફડીએએ હાઈકોર્ટમાં આ નિર્ણયો પાછા ખેંચ્યા હોવાની જાહેરાત કરી હતી, જેને પગલે અદાલતે સત્તાવાળાઓને વિવેકબુદ્ધિ વાપરવાની કડક સલાહ આપી હતી.

આ સમાચાર શેર કરો