શું તિલક વર્માને 2027ના ODI વર્લ્ડ કપમાં તક મળશે? સામે આવ્યું એક મોટું કારણ

ODI વર્લ્ડ કપ આવતા વર્ષે યોજાવાનો છે. જોકે, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ટીમના મિડલ ઓર્ડરને બેકઅપ પર કામ શરૂ કરી દીધું છે. એક અહેવાલ મુજબ, બેટિંગ ઓર્ડરના ટોપ 6માં શ્રેયસ અય્યર માટે સંભવિત બેકઅપ વિકલ્પ તરીકે તિલક વર્માનું નામ ઉભરી આવ્યું છે. આનો અર્થ એ થયો કે તે આગામી વર્ષના વર્લ્ડ કપમાં અય્યરના સ્થાને ટીમમાં સ્થાન મેળવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, તિલક વર્મા કેમ?
તિલક વર્મા કેમ? આ ખાસ મેસેજ મળ્યો છે
શ્રેયસ અય્યર માટે બેકઅપ વિકલ્પ તરીકે તિલક વર્માને ધ્યાનમાં લેવાનું સૌથી મોટું કારણ છે કે તે લેફટી બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયાનો ODI ટોપ ઓર્ડર રાઈટી બેટ્સમેનોથી ભરેલો છે. આવી સ્થિતિમાં, લેફટી તિલક વર્મા તે રાઈટી ઓર્ડરને તોડી શકે છે. વધુમાં, તેની ઓફ-બ્રેક બોલિંગ પણ ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. અહેવાલો સૂચવે છે કે તિલકને તેની બોલિંગ પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તે ડેથ ઓવર્સ બોલિંગ વિકલ્પ પણ બની શકે છે.
મિડલ ઓર્ડરમાં બેકઅપ વિકલ્પ શા માટે જરૂરી છે?
BCCI સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગંભીર અને ગિલ માને છે કે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર વિકલ્પો હજુ તૈયાર નથી. હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ઈજાઓને ધ્યાનમાં રાખીને, તેઓ ટોપ ઓર્ડરમાં એક એવો ખેલાડી ઈચ્છે છે જે ચાર ઓવર બોલિંગ કરી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમને વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની જરૂર પડશે. અય્યર ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયો હતો અને ગતિ અને બાઉન્સ સામે તેની રમતની તાજેતરમાં કસોટી નથી કરવામાં આવી. ટીમ પાસે પહેલાથી જ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે સિનીયર ખેલાડીઓ છે, જેઓ પણ નબળાઈનો અનુભવ કરી રહ્યા છે. કેએલ રાહુલ પણ વર્લ્ડ કપ સુધીમાં 35 વર્ષની ઉંમર વટાવી જશે. રવિન્દ્ર જાડેજા અંગે પણ અનિશ્ચિતતા છે. ફિટનેસમાં ઘટાડાથી ટીમની ફિલ્ડિંગ પર અસર પડી છે. પરિણામે, ટીમ મેનેજમેન્ટ યુવાન બેકઅપ તૈયાર રાખવાની જરૂરિયાત અનુભવે છે.
તૈયારીઓ ન્યૂઝીલેન્ડ પ્રવાસથી શરૂ થશે
જ્યાં સુધી ODI વર્લ્ડ કપની તૈયારીઓનો સવાલ છે, તે ખરેખર ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસથી શરૂ થશે. તે પહેલાં, 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ શરૂ થવાની છે. જોકે, ટીમ ઈન્ડિયા તે ઈવેન્ટમાં તેની સંપૂર્ણ તાકાત પર નહીં હોય, કારણ કે તેના ઘણા મુખ્ય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેશે.

