VIDEO: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં સત્યાગ્રહનું એલાન
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે સૌરાષ

આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે. તેમણે ભાજપ સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો ૨૯ તારીખે ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' શરુ કરવામાં આવશે. દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ ઓછો વરસાદ થયો હોવાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ છે. AAP દ્વારા ઓછો વરસાદ ધરાવતા તમામ વિસ્તારોમાં વીજબિલ માફ કરવાની મુખ્ય માગણીઓ સાથે ખેડૂતોને આંદોલનમાં જોડાવા આહવાન કરાયું છે.




