મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વર: હોટલ-રેસ્ટોરન્ટોમાં તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ, અસ્વચ્છતા બદલ વેપારીઓને ફટકારી નોટિસ

ભરૂચના અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં હોટલ-ર

તસવીર: gstv

ભરૂચના અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં હોટલ-રેસ્ટોરન્ટો, મીઠાઈ તથા ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ..અધિકારીઓએ સોડા વિભાગ અને સ્ટોરેજ રૂમમાં સ્વચ્છતા, હાઇજિનના માપદંડો, ખાદ્ય સામગ્રીનો યોગ્ય સંગ્રહ અને ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી હતી.  નિયમો અને સ્વચ્છતાનું ઉલ્લંઘન કરનાર સંચાલકોને સ્થળ પર જ નોટિસ ફટકારીને કડક પાલન કરવાની તાકીદ કરાઈ હતી. સાથે જ ભવિષ્યમાં પણ આવી સરપ્રાઇઝ તપાસ ચાલુ રાખવાની અને ખાદ્ય સુરક્ષાના નિયમો ભંગ કરનારાઓ સામે વધુ સખત કાયદાકીય કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો