VIDEO: અંકલેશ્વર: શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. મહિલાઓએ શીતળા માતાને ઠંડા ભોજનનો નૈવેદ્

અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. મહિલાઓએ શીતળા માતાને ઠંડા ભોજનનો નૈવેદ્ય ધરાવી પૂજન-અર્ચન કર્યું અને પરિવારના સ્વાસ્થ્ય તથા રક્ષણ માટે પ્રાર્થના કરી. રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ વાનગીઓ તૈયાર કરી ચૂલો અને ગેસની સગડીની પૂજા કર્યા બાદ તેને ઠારી દેવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની પરંપરા છે. પરિવારના સભ્યો રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલું ઠંડું ભોજન ગ્રહણ કરે છે.
