મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લુધિયાણામાં આંગણવાડી વર્કર્સનું વિરોધ પ્રદર્શન, કાયમી કરવાની માંગ સાથે કાર્યકરોએ ધરપકડ વહોરી.

પંજાબના લુધિયાણામાં આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સે પોતાની લાંબી માંગણીઓને લ

તસવીર: gstv

પંજાબના લુધિયાણામાં આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સે પોતાની લાંબી માંગણીઓને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. પોતાની નોકરીને કાયમી  કરવાની મુખ્ય માંગ સાથે હજારો મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારીઓએ ડીસી ઓફિસ સુધી વિશાળ રેલી કાઢીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવવા માટે જાતે જ ધરપકડ વહોરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓની ચીમકી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આ આંદોલન વધુ ઉગ્ર બનશે. પોલીસ પ્રશાસન દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો