મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડી તાલુકામાં કાચા ઝૂંપડામાં ચાલતી આંગણવાડીથી ભૂલકાઓને જીવનું જોખમ

નસવાડીથી એક કિલોમીટર દૂર આવેલા સોડત ગામમાં આંગણવાડી ઝૂંપડામાં ચાલી

નસવાડીથી એક કિલોમીટર દૂર આવેલા સોડત ગામમાં આંગણવાડી ઝૂંપડામાં ચાલી રહી છે. એક વર્ષથી આંગણવાડી મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવી છે, પરંતુ કામગીરી શરૂ થઈ નથી. હાલ વરસાદની સીઝનમાં બાળકો જીવના જોખમ અભ્યાસ કરી રહયા છે. 

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સિઝનમાં 25 થી વધુ કાચા ઝૂપડા ધરાશાયી થતાં ત્રણ જેટલા લોકોના મોત થયા છે. વિકાસની ગુલબાંગો વચ્ચે નસવાડી તાલુકામાં અનેક ગામડાઓમાં કાચા ઝૂપડામાં આંગણવાડીઓ ચાલે છે, તાલુકા મથકના અધિકારીઓ આંગણવાડીની કામગીરી કરાવવામાં નિષ્ફળ ગયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મનરેગા યોજનામાં કામગીરી ચાલવા દેતા નથી અને નવા નિયમો લાદીને તાલુકા મથકની કચેરીઓને પરિપત્રો કરી દે છે, જેથી મનરેગા યોજનામાં કામગીરી થતી નથી. હાલ તો સરપંચો મનરેગા યોજનામાં મંજૂર કરાયેલી આંગણવાડીની કામગીરી કરતા નથી.  

આ સમાચાર શેર કરો