મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદમાં કલેક્ટરના નામે નકલી હુકમ બનાવી ત્રણ લાખ પડાવ્યા

આણંદ જિલ્લામાં નકલી પનીર અને નકલી પોલીસ બાદ હવે નકલી સરકારી હુકમો બનાવી ઠગાઈ

તસવીર: gstv

આણંદ જિલ્લામાં નકલી પનીર અને નકલી પોલીસ બાદ હવે નકલી સરકારી હુકમો બનાવી ઠગાઈ કરવાનો મોટો પર્દાફાશ થયો છે. ઈસરામા ગામની જમીનના રસ્તાના એક કેસમાં આણંદ કલેક્ટરના નામની ખોટી સહી અને સિક્કાવાળો નકલી હુકમ તૈયાર કરી ૩ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. નાયબ મામલતદારને શંકા જતાં ખાનગી તપાસમાં આ હુકમ સંપૂર્ણપણે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. મામલતદારની સત્તાવાર ફરિયાદના આધારે પેટલાદ શહેર પોલીસે ખંભાતના વકીલ શાહિદ ઈમ્તિયાઝ શેખ સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી વહીવટી તંત્ર અને કલેક્ટર જેવી ઉચ્ચ પદની સત્તાવાર ઓફિસના નામે આ પ્રકારે નકલી હુકમો બનાવીને નાણાં પડાવવાની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે.

આ સમાચાર શેર કરો