VIDEO: અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર શ્રાવણના બીજા સોમવારે મા અંબાને કરાયો અમરનાથનો શણગાર
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગુજરાતના સૌથી મોટા શક્

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મા અંબાના મૂળ સ્થાનક એવા પવિત્ર ગબ્બર પર્વત પર ચાલતાં જવાના માર્ગે આવેલા ઝૂલાને અમરનાથ પહાડ જેવો વિશેષ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. મહંત અને પુજારીઓ દ્વારા મા અંબાના આ દિવ્ય સ્વરૂપની ખાસ પૂજા-અર્ચના કરી મહાઆરતી કરવામાં આવી હતી. આ અલૌકિક અને મનોહર શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો ગબ્બર ખાતે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.
