મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ મનપામાં ભૂગર્ભ ગટરની રજૂઆત કરનારને ધક્કા મારવાનો આક્ષેપ

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હિ

તસવીર: gstv

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હિતેશ ગેમર દેસાઈ નામના યુવકે ચીફ ઓફિસર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. ભૂગર્ભ ગટરની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા અરજદારને ધક્કા મારવા અને વીડિયો ઉતારતા મિત્રનો ફોન તોડી નાખવાનો આરોપ છે. ફરિયાદમાં આરોપ મુજબ ચીફ ઓફિસરે અરજદાર અને તેના મિત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વહીવટી અધિકારીઓના વર્તન અંગે સવાલો ઉઠાવ્યા છે.

આ સમાચાર શેર કરો