VIDEO: રાજસ્થાનમાં પાણીની ટાંકી પર વિરોધ કરનારા સામે થશે કાર્યવાહી
રાજસ્થાનમાં પડતર માંગણીઓ માટે પાણીની ટાંકીઓ કે ટાવર પર ચડી હાઈવોલ્ટેજ ડ્રામા રચનારા

રાજસ્થાનમાં પડતર માંગણીઓ માટે પાણીની ટાંકીઓ કે ટાવર પર ચડી હાઈવોલ્ટેજ ડ્રામા રચનારાઓ સામે રાજસ્થાન પોલીસે આકરો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો . હેડક્વાર્ટરના નિર્દેશથી સીઆઈડી દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમ મુજબ, સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તબીબી તપાસમાં વ્યક્તિ સ્વસ્થ જણાશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. આ ઉપરાંત રેસ્ક્યૂ કામગીરી દરમિયાન પોલીસ, સિવિલ ડિફેન્સ, ફાયરબ્રિગેડ અને અન્ય ઈમરજન્સી વિભાગો દ્વારા વપરાયેલા સરકારી સંસાધનો અને વાહનોનો તમામ ખર્ચ ગણતરી કરીને વિરોધ કરનાર પાસેથી જ વસૂલવામાં આવશે. વારંવાર બનતી આવી ઘટનાઓથી તંત્ર અને જનજીવન ખોરવાતું અટકાવવા આ કડક કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો હતો




