Video: ટાઈગર શ્રોફ પર હુમલ કરનાર આરોપીઓને બાય રોડ કોટાથી મુંબઈ લઈ જવાયા

બોલીવુડના જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર આરોપીઓની મુંબઈ પોલીસે ધરપકડ કર્યાં બાદ તેમને કોટાથી મુંબઈ લાવવામાં આવ્યાં. મુંબઈ પોલીસની ટીમ આરોપીઓને લઈને કોટાથી મુંબઈ જવા રવાના થઈ હતી. આ કાફલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી પસાર થયો હતો. મુંબઈ પોલીસની ટીમ રાજ્યના દાહોદ પાસેથી પસાર થઈને આગળ વધી હતી. આ દરમિયાન પોલીસે સમગ્ર રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખી હતી.






