VIDEO/ Andhra Pradesh: લોરી અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના મોત, 12 ઘાયલ
accident in Kurnool, 8 devotees killed, 12 injured in collision between lorry and Bolero | કુર્નૂલ: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક

કુર્નૂલ: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મંત્રાલયમ મંડળના ચિલકાલાડોના પાસે એક તેજ ગતિએ આવતી લોરી અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કર્ણાટકના શ્રદ્ધાળુઓ બન્યા શિકાર
સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પડોશી રાજ્ય કર્ણાટકના શ્રદ્ધાળુઓ હતા. તેઓ કર્ણાટકના ચિક્કમગલુરુ વિસ્તારના રહેવાસી હતા અને યાત્રાએ નીકળ્યા હતા.
બચાવ કામગીરી અને સારવાર
-
સ્થળ: મંત્રાલયમ મંડળ, ચિલકાલાડોના પાસે.
-
ઈજાગ્રસ્તો: અકસ્માતમાં ઘાયલ થયેલા 10 થી 12 લોકોને તાત્કાલિક અસરથી એમ્મિગાનુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
-
પોલીસ કાર્યવાહી: કુર્નૂલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ મુજબ, ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.





