મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં નકલી દારૂકાંડ સામે ‘આપ’ના દેખાવ

ભાવનગરમાં નકલી દારૂકાંડને પગલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આપના નેતા બ્રિજરાજ સોલંકી અને કાર્યકરોએ કલે

તસવીર: gstv

 ભાવનગરમાં નકલી દારૂકાંડને પગલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આપના નેતા બ્રિજરાજ સોલંકી અને કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસે દેખાવકારોની અટકાયત કરી... વિરોધ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ એક હાથમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ફોટા સાથેનું બેનર અને બીજા હાથમાં દારૂની બોટલ પકડીને રાજ્યમાં દારૂબંધીના અમલ સામે તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગાંધીના ગુજરાતમાં ગૃહ વિભાગની નિષ્ફળતાના કારણે ગેરકાયદે દારૂનું વેચાણ ફૂલ્યું-ફાલ્યું છે. કલેક્ટર કચેરી પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર અને હંગામો થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બ્રિજરાજ સોલંકી સહિત 'આપ'ના નેતાઓની અટકાયત કરી હતી.

આ સમાચાર શેર કરો