VIDEO: ગોવામાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી છ મુખ્ય ગેરંટીઓની જાહેરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણજીમાં યોજાયેલી વિશાળ રેલીમ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણજીમાં યોજાયેલી વિશાળ રેલીમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને છ મુખ્ય કેજરીવાલ ગેરંટીની જાહેરાત કરી છે. તેમણે રાજ્યની જનતાને દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવા અને બાકી રહેલા જૂના વીજ બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી છે...તમામ મહિલાઓ માટે રૂપિયા 3 હજાર રૂપિયાનું માસિક ભથ્થું, મફત બસ મુસાફરી, દરેક પરિવાર માટે રૂપિયા ૧૦ લાખનો સ્વાસ્થ્ય વીમો અને દરેક ગામમાં રમતગમતના મેદાનો બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. ભાજપના શાસનમાં કથિત રીતે ભ્રષ્ટાચાર અને મોંઘવારી વધી છે. તેમણે દિલ્હી અને પંજાબની જેમ ગોવામાં પણ આ તમામ વચનો પૂરા કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.




