મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝઘડિયાના અવિધા ગામે ખાડીમાં યુવક તણાયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ભારે વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પૂર આવ્યું હત

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ભારે વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન ઘર પાછળથી પસાર થતી ખાડી પાસે કુદરતી હાજતે ગયેલા ૧૯ વર્ષીય સુનિલ વસાવાનો પગ લપસી જતાં તે પૂરના પાણીમાં તણાય ગયો હતો. ગતો રોજ પડેલા ભારે વરસાદના કારણે આ ખાડી બેકાબૂ બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાથી યુવકના પરિવારમાં ભારે શોક છવાયો છે.

આ સમાચાર શેર કરો