મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : મધ્ય પ્રદેશ - પીથમપુરમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા પીથમપુર ઔદ્યોગિક વિસ્તારના સેક્ટર-૩માં એક કેમિકલ

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા પીથમપુર ઔદ્યોગિક વિસ્તારના સેક્ટર-૩માં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, ફેક્ટરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા રાસાયણિક પ્રતિક્રિયાને કારણે લાગી હોવાની આશંકા છે. 

આ સમાચાર શેર કરો