VIDEO: ઈમ્ફાલમાં મહિલાઓએ લામલોંગ બજારમાં મશાલ રેલી કાઢી, સરકાર સામે રાખી પોતાની માંગ
મણિપુરના ઈમ્ફાલમાંથી ખાસ અહેવાલ સામ

મણિપુરના ઈમ્ફાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ખુરાઈ અપુનબા ક્લબની મહિલાઓએ લામલોંગ બજારમાં મશાલ રેલી કાઢી હતી. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓ વિશાળ સંખ્યામાં રેલીમાં ભાગ લેવા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ રેલીમાં આગામી વસ્તી ગણતરી પ્રક્રિયા પહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ના અમલીકરણ અને અપડેટની માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારીની હાકલ કરી અને અધિકારીઓને વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં તેમની ચિંતાઓ દૂર કરવા વિનંતી કરી હતી. કોઈ અચ્છનિય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી.




