મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ચોથા માળે બારી બહાર લટકેલા દર્દીનું રેસ્કયુ કરવામાં આવ્યું

સુરતની સ્મીમેર હોસ્પિટલના માનસિક વિભાગમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી

તસવીર: gstv

સુરતની સ્મીમેર હોસ્પિટલના માનસિક વિભાગમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સારવાર અર્થે દાખલ ૨૫ વર્ષીય માનસિક અસ્વસ્થ યુવકે કોઈને ખબર ન પડે તેમ ચોથા માળે બારીની બહાર નીકળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક બારી બહાર જોખમી રીતે બેઠો હોવાની બાબત પર વોર્ડ બોય રાહુલની નજર પડતાં જ, તે દેવદૂત બનીને દોડી આવ્યો હતો અને સિક્યોરિટી સ્ટાફને સાથે રાખીને ભારે જહેમત બાદ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. હોસ્પિટલ સ્ટાફની આ અદ્ભુત સતર્કતા અને સમયસૂચકતાના કારણે યુવકનો જીવ આબાદ બચી ગયો હતો અને એક મોટી હોનારત ટળી હતી, હાલ આ યુવકને ફરી સુરક્ષિત વોર્ડમાં ખસેડીને હોસ્પિટલમાં જ તેની સઘન સારવાર ચાલુ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો