મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લિફ્ટ કરા દે’થી સામાજિક વ્યવહારની નવી પહેલ

અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની ‘સન્ડે ઓન સાયકલ’ બાદ હવે ‘લિફ્ટ કરા દે&rsq

તસવીર: gstv

અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની ‘સન્ડે ઓન સાયકલ’ બાદ હવે ‘લિફ્ટ કરા દે’ કાર્યક્રમની નવતર પહેલ કરવામાં આવી છે. રસ્તે એકલા ટુ-વ્હીલર પર જતા વાહનચાલકો રાહદારીઓને સહજતાથી લિફ્ટ આપે અને લોકો પણ લિફ્ટ લેવામાં સંકોચ ન રાખે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સામાજિક વ્યવહારને પ્રોત્સાહન આપતી આ પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીલીઝંડી આપી છે. ‘લિફ્ટ કરા દે’ કાર્યક્રમનો હેતુ પરસ્પર મદદ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. ડો. ભરત કાનાબારની ‘સન્ડે ઓન સાયકલ’ બાદ ‘લિફ્ટ કરા દે’ પહેલને પણ સફળ પ્રતિસાદ મળ્યો છે.

આ સમાચાર શેર કરો