મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમીન મુદ્દે રસ્તા પર ઉતરી મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન!

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં જમીન વિવાદ અને સંપાદનના મુદ્દે સ્થાનિક ખેડૂતોએ સરકાર અને વહીવટી તંત્ર સામે મોર

તસવીર: GSTV

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં જમીન વિવાદ અને સંપાદનના મુદ્દે સ્થાનિક ખેડૂતોએ સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો હતો . પોતાની કિંમતી ખેતીલાયક જમીન ગુમાવવાના ડરથી રોષે ભરાયેલા સેંકડો ખેડૂતો, મહિલાઓ અને પરિવારોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વળતર આપ્યા વિના અથવા તેમની સંમતિ લીધા વિના જમીન હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે તેમના અસ્તિત્વ સામે મોટો ખતરો છે. વિરોધ પ્રદર્શનને પગલે હાઈવે પર કલાકો સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને શાંત પાડવા માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને જમીનનો મુદ્દો ઉકેલાશે નહીં તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરશે.

આ સમાચાર શેર કરો