VIDEO: વિશાળ વૃક્ષ અચાનક માર્ગ પર ધરાશાયી
અમદાવાદ શહેરના મીઠાખડી વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે એક વિશાળ વૃક્ષ અચાનક માર્ગ પર પસાર થઈ રહેલી કાર પર ધરાશાય

અમદાવાદ શહેરના મીઠાખડી વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે એક વિશાળ વૃક્ષ અચાનક માર્ગ પર પસાર થઈ રહેલી કાર પર ધરાશાયી થયું હતું. આ અણધારી ઘટનાને કારણે ચાલુ વાહને ભારે નુકસાન થયું હતું અને થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કારમાં બેઠેલા સવારોના સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાની થઈ ન હતી પરંતુ વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાર્ડન અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.




