મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી

મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં એક ચાર માળની જર્જરિત ઈમારતનો મોટો ભાગ અચાનક ધરાશાયી થવાની ગંભીર ઘટના બની છે. આ દુર

તસવીર: gstv

મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં એક ચાર માળની જર્જરિત ઈમારતનો મોટો ભાગ અચાનક ધરાશાયી થવાની ગંભીર ઘટના બની છે. આ દુર્ઘટનામાં મલબા નીચે અનેક લોકો દબાયા હોવાની ભારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં કાટમાળ હટાવવા અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર લાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ગંભીર દુર્ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કાર્યો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે.

આ સમાચાર શેર કરો