VIDEO: જામનગર આયુર્વેદિક કોલેજ પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
રાજકોટમાં જામનગરની આયુર્વેદિક કોલેજમાં થયેલા કથિત પેપર લીક મામલ

રાજકોટમાં જામનગરની આયુર્વેદિક કોલેજમાં થયેલા કથિત પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કોટેચા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હાથમાં પેમ્ફલેટ લઈને સરકાર અને શિક્ષણ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈએ રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો.




