Video: આણંદમાં જાનૈયાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી, વર-વધુ લગ્ન મંડપથી પોલીસ મથક પહોંચ્યા
આણંદ શહેરમાં લગ્નનો મંડપ રણમેદાનમાં ફેરવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાનૈયાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી
આણંદ શહેરમાં લગ્નનો મંડપ રણમેદાનમાં ફેરવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાનૈયાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થતા ચારથી વધુ ઘાયલ થયા છે. શહેરના સામરખા ચોકડી નજીક આવેલા જવાહર નગરમાં ચુનારા સમાજનો લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે ધંધુકાથી આવેલી જાન સાથે લગ્ન મંડપમાં અગમ્ય કારણસર બોલાચાલી બાદ ઝગડો ઉગ્ર બનતા મારામારી થઇ હતી.
લાકડાના ડંડા લઈને મારામારી થતા 4 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા અને આ ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.
લગ્ન બાદ વર-વધુ લગ્ન મંડપથી પોલીસ મથક પહોંચ્યા
આણંદ ટાઉન પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી વર-વધુ અને પરિવારને સમજાવી મામલો થાળે પાડયો હતો. લગ્ન બાદ વર-વધુ લગ્ન મંડપથી પોલીસ મથક પહોંચ્યા હતા. પોલીસ મથકથી સમજાવટ બાદ કન્યાની વિદાઈ પોલીસ મથકેથી થઈ હોવાની માહિતી પણ મળી રહી છે.






