VIDEO: મ્યુનિ. કમિશનરની ઓચિંતી મુલાકાત બાદ 66 વર્ષ જૂની શારદાબેન હોસ્પિટલ અન્યત્ર ખસેડાશે
અમદાવાદના સરસપુરમાં આવેલી ૬૬ વર્ષ જૂની મ્યુનિસિ

અમદાવાદના સરસપુરમાં આવેલી ૬૬ વર્ષ જૂની મ્યુનિસિપલ સંચાલિત શારદાબેન હોસ્પિટલ અત્યંત જર્જરિત થઈ જતાં તેને એક સપ્તાહમાં ખાલી કરવાનો મોટો આદેશ આપવામાં આવ્યો છે. હોસ્પિટલની છતમાંથી પોપડા ખરવાની ઘટનાઓને કારણે દર્દીઓની સુરક્ષા માટે ગ્રીન નેટ લગાવવી પડી હતી. તાજેતરમાં મ્યુનિ. કમિશનરની ઓચિંતી મુલાકાત દરમિયાન બિલ્ડિંગમાં અનેક તિરાડો જણાતા બુધવારથી જ તમામ સ્વાસ્થ્ય સેવાઓને અડીને આવેલી નવી સાત માળની અત્યાધુનિક બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહી છે. આ નવી ઇમારતમાં ૩૦૦થી વધુ બેડ અને રોજના ૨૫૦૦ દર્દીઓ માટે ઓપીડીની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દર્દીઓને કોઈ અસુવિધા ન થાય.


