મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: થલાપતિ વિજયની 'જના નાયકન'માં ફરી જોડાશે 6 ડિલીટેડ સીન! જાણો ક્યારથી થિયેટરમાં જોવા મળશે

થલાપતિ વિજયની એક્શન ડ્રામા ફિલ્મ 'જના નાયકન' રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ 23 જુલાઈએ થિયેટરમાં ર

તસવીર: gstv

થલાપતિ વિજયની એક્શન ડ્રામા ફિલ્મ 'જના નાયકન' રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ 23 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. દુનિયાભરમાં ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે, જેમાં ફિલ્મમાંથી હટાવાયેલા 6 સીનને ફરીથી જોડવામાં આવશે.

ફિલ્મમાં જોડવામાં આવશે 6 સીન

ચેન્નઈમાં 'જના નાયકન' ની સફળતાના સેલિબ્રેશન દરમિયાન ફિલ્મ ડિરેક્ટર વિનોદે ફિલ્મ બનાવવા અંગે વિગતવાર વાત કરી છે. જ્યારે ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મમાંથી કોઈ સીન હટાવાયો છે, ત્યારે તેના જવાબમાં ડિરેક્ટરે જણાવ્યું કે હા, ફિલ્મમાંથી સીન હટાવવામાં આવ્યા છે. આ સીન્સને આવતા અઠવાડિયે થિયેટરમાં બતાવવામાં આવશે.

ડિરેક્ટરે જણાવ્યું છે કે ફિલ્મમાંથી 6 સીન હટાવવામાં આવ્યા હતા. જેમાં 2 સીન વિજયની કોમેડીના છે, 2 સીન એક્શનના છે અને 2 ઈમોશનલ સીન સામેલ છે. જ્યારે ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે નવા સીન ફિલ્મમાં ક્યારે રિલીઝ થશે, ત્યારે તેના જવાબમાં વિનોદે કહ્યું કે આ પ્રોડક્શન પર નિર્ભર કરે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ફિલ્મ અંગે આખરી નિર્ણય તો ડિરેક્ટરનો હોય છે, ત્યારે તેમણે કહ્યું કે ના, હું તૈયાર છું. અમે આવતા અઠવાડિયે તેને ફિલ્મમાં ઉમેરવા માટે તૈયાર છીએ.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

'જના નાયકન' એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મ KVN પ્રોડક્શન્સના બેનર હેઠળ બની છે. વેંકટ કે. નારાયણે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં થલાપતિ વિજયની સાથે પૂજા હેગડે, મમિતા બૈજુ, ગૌતમ, પ્રકાશ રાજ, વાસુદેવ અને પ્રિયામણી લીડ રોલમાં છે.

શું છે ફિલ્મની વાર્તા?

વિજયની ફિલ્મની વાર્તા એક પોલીસ અધિકારી પર આધારીત છે. પૂર્વ પોલીસ અધિકારી પોતાના સ્વર્ગસ્થ મિત્રની દીકરીનો ઉછેર કરે છે. આ ઉપરાંત દીકરીને સેનામાં મોકલવાનું સપનું પૂરું કરે છે. આ દરમિયાન તેનો સામનો એક ગુનેગાર સાથે થાય છે.

સીએમ (CM)ની છેલ્લી ફિલ્મ

'જના નાયકન' થલાપતિ વિજયની ફેરવેલ (વિદાય) ફિલ્મ છે. વાસ્તવમાં રાજકારણમાં સંપૂર્ણ રીતે આવતા પહેલાં વિજયે આ ફિલ્મમાં કામ કર્યું હતું. હવે કદાચ જ ફેન્સ તેમને ફરીથી મોટા પડદા પર જોઈ શકશે, આ જ કારણે આ તેમની છેલ્લી ફિલ્મ છે.

આ સમાચાર શેર કરો