મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગિરનારના આત્મેશ્વર પાસે પૂરમાં ફસાયેલા ૩૫ યાત્રાળુઓને તંત્રે દોરડા વડે સહીસલામત બચાવ્યા

જૂનાગઢના ગિરનાર સ્થિત આત્મેશ્વર નજીક ઉપરવાસમાં અચાનક પડેલા મુશળધાર વરસાદને કા

તસવીર: gstv

જૂનાગઢના ગિરનાર સ્થિત આત્મેશ્વર નજીક ઉપરવાસમાં અચાનક પડેલા મુશળધાર વરસાદને કારણે વોકળામાં પૂર આવતાં ૩૫ જેટલા યાત્રાળુઓ સામા કાંઠે અટવાયા હતા. પહાડી નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતાં સ્થિતિ ગંભીર બની હતી અને યાત્રાળુઓએ મદદની ગુહાર લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ધસમસતા પ્રવાહ વચ્ચે દોરડાં બાંધી જાનના જોખમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે સમયસૂચકતા દાખવી મહિલાઓ અને બાળકો સહિત તમામ ૩૫ યાત્રાળુઓને એક-એક કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તંત્રની ઝડપી કાર્યવાહીથી મોટી હોનારત ટળતાં યાત્રાળુઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લઈ આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો