VIDEO: જંબુસર પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 190 મતદાન મથકો ઊભા કરાયા, 1100 કર્મચારી બજાવશે ફરજ
જંબુસરમાં આવતીકાલે યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂં
જંબુસરમાં આવતીકાલે યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે. આજે EVM વિતરણ સાથે 1100 કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરાયા છે. નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો અને પંચાયતની બેઠકો માટે કુલ 190 મતદાન મથકો ઊભા કરાયા છે. સુરક્ષા માટે ડી.વાય.એસ.પી. સહિત પોલીસ, હોમગાર્ડ અને SRPનો મોટો કાફલો તૈનાત છે. તંત્રએ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી મતદારોને નિર્ભય થઈ મતદાન કરવા અપીલ કરી છે.




