VIDEO: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી 19 નાં મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જાનમાલને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી 19 લોકોનાં

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જાનમાલને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી 19 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ, તાજેતરમાં જ બનેલી ભૂસ્ખલનની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક જિલ્લાઓમાં એક જ દિવસમાં સામાન્ય કરતાં 8 ગણો વરસાદ નોંધાયો છે વરસાદને કારણે હિમાચલના પવર્તીય વિસ્તારો અને જંગલનો રસ્તો લપસણો થઈ ગયો હોવાથી અકસ્માતના બનાવ વધી રહ્યા છે. કીરતપુર-મનાલી હાઈવે પર વરસાદને કારણે ખડકો અને કાટમાળ રસ્તા પર આવી પડ્યા હતા. આ જ પ્રકારની ઘટનાઓ હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે..મોટાભાગના સ્થળોએ પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી સતત વધી રહી છે.




