VIDEO: ભરૂચના ઝાડેશ્વરમાંથી બે દિવસથી ગુમ ૧૪ વર્ષના કિશોરનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો
ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિજધામ સોસાયટીમાંથી બે દિવસથી ગુમ થયેલા ૧૪ વર્ષ

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિજધામ સોસાયટીમાંથી બે દિવસથી ગુમ થયેલા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કાનવ ધીરેન શાહનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવતાં નદીમાં પડ્યો હોવાની આશંકાએ ફાયર વિભાગે સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી સામાન્ય રકઝક બાદ ધોરણ-૮માં ભણતો કાનવ ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




