મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૈસા ગણવાના બહાને આંગડિયા પેઢીમાંથી 12.50 લાખની લૂંટ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. રમેશકુમાર અંબા

તસવીર: gstv

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આંગડિયા  પેઢીમાં લૂંટની ઘટના બની છે. રમેશકુમાર અંબાલાલા નામની આંગણીયા પેઢીમાં લૂંટ ત્રણ શખ્સો કાર લઈને આવે છે. કારને રોડ પર જ પાર્ક કરે છે. જે બાદ પેઢીના સંચાલકને નજર ચૂકવી પૈસા ગણવાના બહાને સાડા બાર લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં પેઢીના કર્મચારી ત્રણેય શખ્સ પાછળ દોડતા પણ દેખાય છે. પરંતુ લૂંટારુઓ કાર લઈને ફરાર થઈ ગયા. વાંસદા ટાઉન પોલીસમાં ફરિયાદ બાદ લૂંટારુંઓની શોધખોળ શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો