VIDEO: ડીસાથી અંબાજી સુધી 100 કિમીની અનોખી યાત્રા
ડીસાથી અંબાજી સુધી 100 કિલોમીટરની સાઈકલ અને પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવ

ડીસાથી અંબાજી સુધી 100 કિલોમીટરની સાઈકલ અને પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની પહેલ હેઠળ યોજાનારી યાત્રામાં 120થી વધુ માઈભક્તો જોડાશે. જેમાં 60 ભક્તો સાઈકલ પર અને 60 ભક્તો પગપાળા અંબાજી પહોંચશે. યાત્રા દરમિયાન પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે, તેમજ રસ્તામાં આવતા સેવા કેમ્પોને પણ જાગૃત કરવામાં આવશે. સેવા કેમ્પોમાં બાયો-ડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરી શ્રદ્ધા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ સૌને આ અનોખી પહેલમાં જોડાવા અપીલ કરી છે.



