Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : We will avenge the blood of all the martyrs of both wars: Mojtaba Khamenei

VIDEO: બંને યુદ્ધોના તમામ શહીદોના લોહીનો બદલો લઈશું: મોજતબા ખામેનેઈ

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ શનિવારે પોતાના પિતા અને ફેબ્રુઆરીમાં ઈઝરાયલ-અમેરિકી હમલામાં માર્યા ગયેલા તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતનો બદલો લેવાની કસમ ખાધી. મોજતબાએ કહ્યું કે-તેમના માર્યા ગયેલા અગાઉના નેતા અને પિતાનો બદલો લેવો એ દેશની માંગ છે અને તે જરૂર થવો જોઈએ. તેમણે આ વાત તેમના ટેલિગ્રામ એકાઉન્ટ પર જાહેર કરાયેલા એક લેખિત મેસેજમાં કહી. ખામેનેઈએ આ મેસેજ પોતાના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારના અવસરે આપ્યો. ખામેનેઈએ મેસેજમાં કહ્યું કે, અમે શહીદ નેતા અને આ બંને યુદ્ધોના તમામ શહીદોના લોહીનો બદલો ગુનેગાર અને બદનામ હત્યારાઓ પાસેથી લેવાનું વચન આપીએ છીએ. આ પહેલાં, ખામેનેઈના અંતિમ સંસ્કારમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખની હત્યાની ખુલ્લી માંગ બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર આ વાત ત્યારે કહી જ્યારે સીનિયર અમેરિકન અધિકારીઓએ માંગ કરી કે ઈરાન એક પબ્લિક સ્ટેટમેન્ટ આપે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું છે અને આ જરૂરી કોરિડોરને પાર કરવા વાળા જહાજો પર હુમલો કરવામાં નહીં આવે. જો કે, અત્યાર સુધી તેહરાને એવું કર્યું નથી, પરંતુ એ વાત પર જોર આપ્યું છે કે આ રસ્તો તેના કંટ્રોલમાં રહે.

App Store