VIDEO: હોર્મુઝમાં જહાજોની અવરજવર ઠપ્પ! તેલના ભાવે મચાવ્યો હાહાકાર, ટ્રમ્પની ડિપ્લોમેટિક ‘સિક્રેટ કેબલ’ રણનીતિ સામે આવી
VIDEO: હોર્મુઝમાં જારી નાકાબંધી વચ્ચે ગુરુવારે કાચા ક્રૂડ ઓઈલની કિંમતોએ છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને ભાવ પ્રતિ બેરલ 126 ડોલર સુધી પહોંચી ગયા છે. આ ઉછાળા પર ઈરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, અમેરિકાની નાકાબંધીની તેની ક્રૂડ ઓઈલ ઉત્પાદન ક્ષમતા પર કોઈ અસર થઈ નથી, ઉલટાનું ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે.
ઈરાને એવી પણ ચેતવણી આપી છે કે, ક્રૂડ ઓઈલની કિંમતો 140 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં દિવસ ને દિવસે વધારો થતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેરશાન થઈ ગયા છે અને તેમણે અનેક દેશોને એક સિક્રેટ મેસેજ મોકલ્યો છે.
આમાં હોર્મુઝમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ સંદેશ એક સીક્રેટ ડિપ્લોમેટિક કેબલ દ્વારા મોકલ્યો છે, આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેઓ ઈરાનને પરમાણુ હથિયાર નહીં રાખવા દે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘તેમને નોન-ન્યૂક્લિયર સમજૂતી કરતા આવડતું નથી. તેમણે જલ્દી સમજદાર બનવું જોઈએ.’

