VIDEO: દેશમાં ગરમીનો કહેર વધશે, પણ ઉત્તર-પશ્ચિમ ભારતમાં મે મહિનાની શરૂઆતમાં વરસાદની આગાહી!
સોર્સ : GSTV
VIDEO: ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારે દેશના વિવિધ ભાગો માટે હવામાનની આગાહી જાહેર કરી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં હીટવેવ -લૂ ની સ્થિતિ યથાવત રહેશે.
મધ્ય અને પૂર્વ ભારત માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતના રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે. આગામી ૩ થી ૫ મે દરમિયાન આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળશે.

