Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US threatens 100 percent tariffs on countries buying Russian oil

VIDEO: રશિયન તેલ ખરીદતા દેશો પર અમેરિકાનો 100 ટકા ટેરિફનો ખતરો

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકન સીનેટે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લગાવવા માટેના મહત્વના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી દીધી છે. આ કાયદાકીય પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન યુદ્ધને આર્થિક સહાય પૂરી પાડતા દેશોને અટકાવવાનો છે.વર્તમાન સમયમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદદારો છે. આ બિલ હેઠળ હવે આ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવો કે રશિયન ઉર્જા ખરીદવી તેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવો પડશે.સીનેટમાંથી પાસ થયા બાદ આ પ્રસ્તાવ હવે મંજૂરી માટે પ્રતિનિધિ સભામાં મોકલવામાં આવશે. જો ત્યાંથી પણ આ બિલ પાસ થઈ જશે, તો અંતિમ મહોર માટે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News