Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US on Iran after meeting with Netanyahu-Zelensky

VIDEO: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ; નેતન્યાહુ-ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કડક જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે યુએસ એરફોર્સે તેહરાન સહિત ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કરીને મોટાપાયે એરસ્ટ્રાઈક કરી છે.

App Store

ટ્રમ્પની કડક ચેતવણી અને કાર્યવાહી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલા બાદ જ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, "અમેરિકન સૈનિકો પર કોઈ પણ હુમલો બિલકુલ બર્દાશ્ત કરવામાં આવશે નહીં, અમે તેમને ખૂબ જ બૂરી રીતે મારીશું." આ સાથે જ તેમણે ઈરાન સમર્થિત મિલિશિયા જૂથોને વિશ્વ માટે 'કેન્સર' સમાન ગણાવ્યા હતા.

ઈજિપ્તના બંદર પર યુએસ ટેન્કર પર ડ્રોન હુમલો

બીજી તરફ, મિડલ ઈસ્ટનો આ સંઘર્ષ હવે પરંપરાગત સરહદો છોડીને નવા ઊર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યો છે. ઈજિપ્તના દમિયેટા (Damietta) બંદર પર બુધવારે અમેરિકન માલિકી ધરાવતા અને લિક્વિડ નેચરલ ગેસ (LNG) થી ભરેલા જહાજ 'એનર્ગોસ વિન્ટર' (Energos Winter) પર ડ્રોન હુમલો થયો હતો. યુકેની દરિયાઈ સુરક્ષા કંપની એમ્બ્રે (Ambrey) ના જણાવ્યા અનુસાર, બંદર પર માલ ઉતારતી વખતે જ આ હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં મોટો વિસ્ફોટ થયો હતો.