VIDEO: યુએસ કમિશનની ભલામણ: ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર આરએસએસ સભ્યો પર પ્રતિબંધો મુકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
સોર્સ : gstv
ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખતી અમેરિકાની સલાહકાર સંસ્થા USCIRFના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધો લાદવાની માંગ કરી છે. આ સાથે અમેરિકની સરકારને આરએસએસના નેતાઓ સાથે રાજદ્વારી સૌજન્ય ન રાખવા અથવા ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અપીલ કરવામાં આવી છે....USCIRF ના અધ્યક્ષ આસિફ મહમૂદે વડાપ્રધાન મોદી આરએસએસના સભ્ય હોવાનું જણાવી તેના પર લઘુમતીઓ પર હુમલા કરવાનો આરોપ મૂક્યો છે. આ ટિપ્પણી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ પહેલા આવી છે....યુએસ સરકારે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર આરએસએસ સભ્યો પર પ્રતિબંધો મુકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

