Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Uncontrolled wildfires in the forests of 15 US states

VIDEO: અમેરિકાના 15 રાજ્યોના જંગલોમાં બેકાબૂ દાવાનળ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા આ સમયે કુદરતના ત્રિપલ એટેક એટલે કે એકસાથે ત્રણ મોટી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પૂર, જંગલોની આગ અને ઝેરી ધુમ્મસના કારણે હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે વહીવટીતંત્ર દ્વારા કરોડો લોકોને ઘરોની અંદર જ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે. અમેરિકાના 15 રાજ્યોના જંગલોમાં લાગેલી આગ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ છે. અમેરિકન એજન્સી નેશનલ ઇન્ટરએજન્સી ફાયર સેન્ટરના જણાવ્યા અનુસાર, દેશભરમાં આ સમયે 68 મોટા જંગલો આગની ઝપેટમાં છે. પેસિફિક નોર્થવેસ્ટ ક્ષેત્રમાં વીજળી પડવાના કારણે અચાનક 17 નવી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે 17 હજાર 400થી વધુ ફાયર ફાઇટર્સ અને સૈનિકો, 140 હેલિકોપ્ટર તેમજ 4 મિલિટરી C-130 એર ટેન્કર્સ તહેનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 37.2 લાખ એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે.

App Store