Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's photo on the American dollar! Image of new $1 gold coin released

VIDEO: અમેરિકાના ડોલર પર ટ્રમ્પનો ફોટો! $1ના નવા સોનાના સિક્કાની તસવીર જાહેર

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમેરિકન સરકાર 1 ડોલરનો સોનાનો નવો સિક્કો શરૂ કરવા જઈ રહી છે. આ એક પ્રકારનો સ્મારક સોનાનો સિક્કો (Commemorative Gold Coin) હશે, જેના પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. 24 કેરેટ સોનાના આ સિક્કા પર ટ્રમ્પની તસવીરની સાથે 'લિબર્ટી' (Liberty) અને 'ઇન ગોડ વી ટ્રસ્ટ' (In God We Trust) લખેલું છે. સાથે જ સિક્કા પર આઝાદીના વર્ષો દર્શાવતા 1776-2026 કંડારવામાં આવ્યું છે.

App Store

આઝાદીના 250 વર્ષની ભવ્ય ઉજવણી

અમેરિકાને 4 જુલાઈ 1776ના રોજ આઝાદી મળી હતી, અને આ વર્ષે 4 જુલાઈના રોજ દેશની આઝાદીને 250 વર્ષ પૂર્ણ થયા છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ (Scott Bessent) એ જણાવ્યું કે, સ્વતંત્રતાના અમર વારસા અને દેશભક્તિના સ્થાયી પ્રતીકના સન્માનમાં આ નવો સિક્કો બહાર પાડવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો આ સિક્કો અમેરિકન મૂલ્યોની મજબૂતી અને તમામ નાગરિકોની સ્વતંત્રતાની રક્ષા માટે સમર્પિત રાષ્ટ્રના સંકલ્પનું પ્રતિક છે.

સિક્કાને લઈને અમેરિકામાં કેમ શરૂ થયો વિવાદ?

ટ્રમ્પની તસવીરવાળા આ સોનાના સિક્કાને લઈને અમેરિકામાં વિવાદ અને રાજકારણ પણ ગરમાયું છે. પરંપરાગત રીતે અમેરિકામાં કોઈ પણ જીવિત પ્રમુખની તસવીર ચલણી નાણાં કે, સિક્કા પર છાપવામાં આવતી નથી. આથી ટીકાકારોનું કહેવું છે કે, આ નિર્ણય દાયકાઓ જૂની પરંપરાની વિરુદ્ધ છે.

જો કે, બીજી તરફ ટ્રેઝરી વિભાગ (નાણા મંત્રાલય) ની દલીલ છે કે '2020ના સર્ક્યુલેટિંગ કલેક્ટિબલ કોઈન રિડિઝાઈન એક્ટ' હેઠળ અમેરિકાની 250મી વર્ષગાંઠ માટે ખાસ 1 ડોલરના સિક્કા બહાર પાડવાનો અધિકાર નાણા મંત્રીને મળેલો છે. નાણા મંત્રી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ કાનૂની જોગવાઈ હેઠળ જ આ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે.

અમેરિકન ઇતિહાસમાં કોઈ વર્તમાન કે, જીવિત રાષ્ટ્ર પ્રમુખની તસવીરવાળો સિક્કો બહાર પાડવાનું ઉદાહરણ અત્યંત દુર્લભ છે. નાણા વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, આ પહેલા વર્ષ 1926માં અમેરિકાની 150મી વર્ષગાંઠ દરમિયાન તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ કેલ્વિન કૂલીજની તસવીરવાળો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. બેસેન્ટ આ જ ઐતિહાસિક ઉદાહરણનો હવાલો આપીને ટ્રમ્પવાળા સિક્કાને કાયદેસર ગણાવી રહ્યા છે.