Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ukraine attacks Russian oil facility 1200 KM away, 12 killed, 39 injured

VIDEO: યુક્રેને 1200 KM દૂર રશિયાના ઓઇલ કેન્દ્ર પર કર્યો હુમલો, 12 લોકોના મોત, 39 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશેલા સંઘર્ષ વચ્ચે યુક્રેને રશિયાના અત્યંત અંદરના વિસ્તારો પર દૂરગામી ડ્રોન હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનની સરહદથી 1200 કિલોમીટર દૂર આવેલા રશિયાનાનિઝનેકામસ્ક શહેર પર સોમવારે એક મોટો ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે જ્યારે 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઔદ્યોગિક તેમજ નાગરિક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. નિઝનેકામસ્ક શહેર રશિયાનું એક અત્યંત મહત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર માનવામાં આવે છે. આશરે 2.40 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં રશિયાની સૌથી એડવાન્સ ટાટનેફ્ટની ટેનકો રિફાઇનરી સહિત બે મોટી તેલ રિફાઇનરીઓ અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રિફાઇનરી ક્ષેત્રમાંથી કાળા ધુમાડાના ગોટા ઉડતા જોઈ શકાય છે. તાતારસ્થાનના વડા રુસ્તમ મિન્નિખાનોવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News