Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's new decision raised the pulse of India, 200 percent tariff on generic drugs, not 100!

VIDEO: ટ્રમ્પના નવા નિર્ણયે ભારતના ધબકારાં વધાર્યા, જેનેરિક દવાઓ પર 100 નહીં 200 ટકા ટેરિફ!

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે 1 ઓગસ્ટ  2026થી આગામી બે વર્ષ સુધી અમેરિકામાં આયાત થતી તમામ જેનરિક દવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે અને આયાત શુલ્ક શૂન્ય રહેશે. જોકે, ઓગસ્ટ 2028થી આ નિયમોમાં મોટો બદલાવ આવશે. 2028થી પ્રથમ વર્ષ માટે જેનરિક દવાઓ પર ટેરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને ત્યારબાદ તેને 200 ટકા સુધી કરી દેવાશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને કડક ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકામાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ અને સાધનો ઊભા નહીં કરે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નીતિનો મુખ્ય હેતુ જેનરિક દવાઓનું ઉત્પાદન ફરીથી અમેરિકામાં જ શરૂ કરવાનો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News