Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump Tariff: 25 percent tariff on trucks in the US

Trump Tarrif: Usમાં ટ્રક પર 25 ટકા ટેરિફ, નાના વાહનો માટે યુરોપ-જાપાન સાથે ડીલ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Trump Tarrif: Usમાં ટ્રક પર 25 ટકા ટેરિફ, નાના વાહનો માટે યુરોપ-જાપાન સાથે ડીલ
સોર્સ : GSTV

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ દર થોડા દિવસમાં કોઈ નવા ટેરિફની જાહેરાત કરતાં રહે છે. જેના કારણે વિશ્વભરમાં વેપારમાં અસ્થિરતા આવી છે. ટ્રમ્પે હવે અમેરિકામાં આયાત થતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. નવા ટેરિફ પહેલી નવેમ્બરથી લાગુ થશે. 

App Store

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? 

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટ્રક પર ટેરિફની જાહેરાત કરી. તેમનો દાવો છે કે આ ટેરિફના કારણે અમેરિકામાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, અમેરિકામાં જ ટ્રક બનાવતી કંપનીઓને સીધો લાભ મળશે. વિદેશી ડમ્પિંગથી બચી શકાશે તથા અમેરિકાના શ્રમિકોને પણ લાભ મળશે.  નોંધનીય છે કે અમેરિકામાં નાના વાહનોની આયાત પર 15 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. જે માટે જાપાન અને યુરોપ સાથે ડીલ કરવામાં આવી છે. 

ટોપિક્સ:gstvgujarat