Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump orders immediate targeting of Iranian boats laying sea mines in Hormuz

VIDEO: હોર્મુઝમાં દરિયાઈ સુરંગો બિછાવનારી ઈરાની બોટને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે, ટ્રમ્પે આપ્યા આદેશ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે મોટું અને કડક પગલું ભરતા અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને 'દેખતા વેંત જ ઠાર કરવામાં આવે.'

App Store

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, 'મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે, તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે. તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.' ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકન નૌસેના આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં દરિયાઈ સુરંગોને હટાવવાનું કામ કરી રહી છે અને આ અભિયાનને ત્રણ ગણું ઝડપી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી મોટી માત્રામાં વૈશ્વિક ક્રૂડ પુરવઠો પસાર થાય છે. તેવામાં અહીં વધતો તણાવ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનું એક મોટું કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી જહાજોની અવરજવર પર પડી રહેલી અસર પણ છે.