Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump issues stern warning to Iran on Hormuz issue

હોર્મુઝ મુદ્દે ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી, શાંતિ વાર્તા તાત્કાલિક કેન્સલ કરવાની આપી ચિમકી

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ મુદ્દે ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી, શાંતિ વાર્તા તાત્કાલિક કેન્સલ કરવાની આપી ચિમકી
સોર્સ : google

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ મામલે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ‘જો ઈરાન તરફથી મળેલી માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા અને ડીલ તાત્કાલિક કેન્સલ કરી દેવામાં આવશે.’

App Store

કોઈ વધારાનો ટેક્સ નહીં લેવાય : ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે, ‘ઈરાને અમેરિકાને ખાતરી આપી છે કે તે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કોઈ પ્રકારનો ટોલ, વીમા શુલ્ક કે અન્ય કોઈ વધારાનો ચાર્જ વસૂલશે નહીં.’ તાજેતરમાં ઈરાન અને ઓમાનના અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ ઈરાન ટેક્સ નાખશે તેવી અટકળો તેજ થઈ હતી, જેના પર વિરામ મુકતા ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.

અમેરિકાએ અમને નાણાં જ આપ્યા નથી : ઈરાન

અમેરિકાએ વાતચીતના ભાગરૂપે ઈરાનને મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાના અહેવાલોને ટ્રમ્પે નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાએ ઈરાનને કોઈ સીધા નાણાં આપ્યા નથી કે તેની ફ્રીઝ કરાયેલી સંપત્તિ મુક્ત કરી નથી.

અમેરિકી ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની શરત

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાના નિયંત્રણમાં રહેલા ઈરાની ફંડનો એક હિસ્સો ખાસ માનવીય હેતુ માટે જાહેર થઈ શકે છે. આ રકમનો ઉપયોગ માત્ર અમેરિકી ખેડૂતો પાસેથી મકાઈ, ઘઉં અને સોયાબીન જેવી ખાદ્યસામગ્રી ખરીદવા માટે જ કરવામાં આવશે, જે ઈરાનની તાતી જરૂરિયાત છે.