Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump had to hide in a food truck and leave in a 'secret plane'! America's secret operation details leaked

VIDEO: ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન'માં નીકળવું પડ્યું હતું! અમેરિકાના સિક્રેટ ઓપરેશનની વિગતો લીક

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અને તેમની તુર્કીયે યાત્રાને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈરાન તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે ટ્રમ્પને ગુપ્ત રીતે એરપોર્ટના એક કેટરિંગ ટ્રકમાં બેસાડીને સિક્રેટ મિલિટ્રી એરક્રાફ્ટ સુધી પહોંચાડવા પડ્યા હતા. અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ આ સમગ્ર ડિસેપ્શન ઓપરેશન  8 જુલાઈના રોજ નાટો સમિટ માટે અંકારા ગયેલા ટ્રમ્પની સુરક્ષા માટે હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર કરાયેલા ઓફિશિયલ પ્લાન મુજબ, ટ્રમ્પને કતાર તરફથી મળેલા નવા બોઈંગ 747-8 પ્લેન અથવા જૂના 'એર ફોર્સ વન' થી બ્રિટન જવાનું હતું. પરંતુ, ઈરાનની સરહદ તુર્કીયેને અડીને આવેલી હોવાથી અને ઈરાન પ્રોક્સી દળો તરફથી મોટો ખતરો હોવાથી વ્હાઈટ હાઉસના સિક્યોરિટી ઓફિશિયલ્સે રસ્તો બદલ્યો હતો. જૂના 'એર ફોર્સ વન' માં બેઠેલા પત્રકારોને આખી ફ્લાઈટ દરમિયાન બારીના પડદા બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી. પાછળથી જ્યારે પત્રકારોએ આ અંગે પૂછ્યું ત્યારે ટ્રમ્પે કટાક્ષમાં કહ્યું હતું કે, કદાચ તમે એક ખતરનાક ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, પણ જો હું જઈશ તો તમે પણ જશો ને?

App Store