VIDEO: ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ગણાવી અમેરિકાની નવી ટેરેટરી : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધવાના એંધાણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર પોસ્ટ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનો પ્રદેશ જાહેર કર્યો છે, જેનાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ વધુ ભડકવાની આશંકા ઊભી થઈ છે. અગાઉ ટ્રમ્પે ઈરાનને હરાવીને આ જળમાર્ગને અમેરિકામાં સામેલ કરવાની વાત કરી હતી. આ વિવાદાસ્પદ જાહેરાત અગાઉ ઈરાનના ટોચના વાર્તાકાર મોહમ્મદ બાગેર ગાલીબાફે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી અમેરિકા જૂન મહિનાના સીઝફાયર સમજૂતી હેઠળની પોતાની વચનબદ્ધતાઓ પૂરી નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે. ઈરાનની આ કડક ચેતવણી અને ટ્રમ્પના નવા દાવાથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે, કારણ કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ રહેવાથી વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે અને બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હવે નિર્ણાયક વળાંક તરફ આગળ વધી રહ્યો છે.

