Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The world will wake up only if the Hindu wakes up... Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat's statement in Toronto sparked a debate

VIDEO: હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે સેવા, વિવિધતા અને વૈશ્વિક બંધુત્વના ભારતીય સંસ્કૃતિના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. હિન્દુ વિશ્વ બંધુ - એમ્બ્રેસ ધ વર્લ્ડ ઇન ફ્રેન્ડશિપ  શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જો હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે. ભારતના ડીએનએનો ઉલ્લેખ કરતા તેમણે અન્ય લોકો તરફ મદદનો હાથ લંબાવવાની ભારતની સનાતન પરંપરા પર ભાર મૂક્યો હતો. RSSના વડા મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે, ભારતના અભ્યુદયનો અર્થ વધુ સંગઠિત અને મુક્ત માનવતા છે. ભારતને એક સમયે મહાસત્તા કહી શકાતું હતું, પરંતુ તેણે ક્યારેય તેવો દાવો કર્યો નથી. ભારતે હંમેશાં વિશ્વની સેવા કરી છે અને પોતાના ઉચ્ચ ચરિત્રને કારણે તે વિશ્વગુરુ  બન્યું છે, શાસક મહાસત્તા નહીં.

App Store