Video: રશિયા-યુક્રેન યુદ્ધ આફ્રિકા સુધી પહોંચ્યું લિબિયામાં રશિયન યુદ્ધ જહાજ પર ડ્રોન હુમલો

સોર્સ: gstv

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઉત્તર આફ્રિકા સુધી પહોંચી ગઈ છે. લિબિયાના પૂર્વીય શહેર બેન્ગાઝીમાં આવેલા નૌકાદળના મથક પર લાંગરેલા રશિયન યુદ્ધજહાજ પર એક દરિયાઈ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિબિયાના લશ્કરી અધિકારીઓને શંકા છે કે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે. રશિયન નૌકાદળનું 'મર્ક્યુરી' નામનું યુદ્ધજહાજ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું અને તેમાં આગ લાગી ગઈ; ત્યારબાદ તે પલટી ગયું અને ડૂબી ગયું.

આ સમાચાર શેર કરો

જાહેરાત